ઊંચાપાન જાંબુઘોડા રોડ ઉપર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા બે સંતાનો ના પિતાનું મોત…
અધિકારીઓ તેમજ R.T.O આવા ટ્રેક્ટરો વાળા સામે લાલ આંખ કરશે ખરા ???
અકાળે યુવાનનું મોત થતા ગામના લોકો તેમજ પરિવારજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સવારે 8:00 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રસ્તો બંધ
થતા ટ્રાફિક જામ થયો હતો પોલીસ તથા સરકારી તંત્ર દોડતું થયું હતું.
અને મૃતકના પરિજનો તથા ગામ લોકોને ન્યાયની ખાતરી આપતા અંતે મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.
ઉલેખની છે કે રેતીના ટ્રેક્ટરો ખનીજ ચોરી કરીને સ્ટોકો ઉપર રેતી ઠાલવતા હોય છે અને આડેઘડ ટ્રેક્ટર હંકારતા હોય છે.
થોડા સમય અગાઉ પણ એક યુવાનનુ મોત થયું હતું જ્યારે નાની બૂમડી ખાતે પણ એક શિક્ષકનું મોત થયું હતું પરંતુ ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ R.T.O હપ્તા ઉઘરાવવા માં મસગુલ રહેતા હોવાથી આવા અકસ્માતો થતા રહે છે અને ટ્રેક્ટર વાળા બિન્દાસ્ત હપ્તા આપતા હોવાથી બેફિકર થી ટ્રેક્ટરો ચલાવતા હોય છે તો આવા ખનીજ ના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ R.T.O આવા ટ્રેક્ટરો વાળા સામે લાલ આંખ કરશે ખરા??? તેવું આ વિસ્તારમાં ચર્ચા રહ્યું છે તેમ જ આ અંગે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર