HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad;હળવદના રાયધ્રા ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

Halvad;હળવદના રાયધ્રા ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

 

 

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના રાયધ્રા ગામે સહદેવભાઈ ભારતભાઈ નંદેસરીયાની વાડીમાં દરોડો પાડી વાડીના શેઢે આવેલ બાવળ નીચે છુપાવી રાખેલ વિદેશી દારૂની નાની-મોટી ૧૯૭ નંગ બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી તેની અટક કરવા શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં સહદેવભાઈ ભારતભાઈની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ ચાલુ હોય તે મુજબની બાતમી મળતા તાત્કાલિક બાતમી મળ્યાના સ્થળે દરોડો પાડવામાં આવતા રાયધ્રા ગામે વાડીના શેઢે આવેલ બાવળના ઝાડ નીચે છુપાવી રાખેલ વિદેશી દારૂની નાની ૧૮૦એમએલની ૧૯૦ બોટલ તથા મોટી ૭૫૦એમએલની ૦૭ બોટલ એમ કુલ ૧૯૭ નંગ બોટલ જેની કિ રૂ.૨૧,૪૫૦/-મળી આવી હતી જ્યારે આરોપી સહદેવભાઈ ભારતભાઈ નંદેસરીયા રહે.રાયધ્રા તા.હળવદ દરોડા દરમિયાન હાજર નહીં મળતા તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!