સુરેન્દ્રનગર જિલ્લામાં એક સપ્તાહ માં એસ ટી બસ નો બીજો બનાવ બન્યો છે.જયારે સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૧૦ લોકો ને ઈજાઓ પહોંચી હતી તેમજ તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.લોકો માં અનેક સવાલો ઉઠ્યા છે કે એસ ટી બસના વારંવાર આવા અકસ્માત સર્જાતાં હોય છે જેમાં લોકો ને ઈજાઓ પહોંચતી હોય છે તો આના જવાબદાર કોણ? જેમાં ટ્રક નં RJ ૧૯ GD ૮૫૫૯ અને એસ ટી બસ નં GJ ૧૮ ZT ૦૯૧૬ હોવાનુ જાણવા મળ્યુ હતું.