
નરેશ પરમાર
આજે મુસ્લિમ બિરાદરો માટે મહત્વનો પવિત્ર દિવસ જેને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે મુસ્લિમ સમાજના લોકો મોહરમ પર્વની દસમી એ આસુરા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ઇસ્લામ મુજબ રમઝાન માસ પછી આ મહિનાને પવિત્ર માસ ગણવામાં આવે છે જે નિમિત્તે કણભા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ગામના વડીલો નવ યુવાનો સૌ ભેગા મળી અને હર્ષ અને ખર્ ઉલ્લાસભેર ગામના ભાગોળે વૃક્ષારોપણ કરી ગામમાં એક એકતાનો સંદેશો પાઠવ્યો હતો પા અને એક ભાઈચારાની ભાવના હિંદુ મુસ્લિમ સમાજમાં વધે તે વિશે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તે પ્રસંગે મુખ્ય મેહમાન તરીકે મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમારે હાજરી આપી હતી ગામ ના પ્રવેશ દ્વાર ઉપર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસંગ ને અનુરૂપ પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું અને ત્યાર બાદ ગામ ના પાદરે વૃક્ષા રોપણ કર્યું હતું..ખુબ મોટી સંખ્યા માં ગામ ના વડીલો અને નવ યુવાનો એ હાજરી આપી હતી..મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે કણભા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો..




