GUJARATNAVSARI

નવસારીની સર જે. જે. પ્રાયમરી શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી ની સર જે. જે. પ્રાયમરી શાળામાં સર સાહેબની જન્મજયંતિ ઉજવણી નિમિતે શેઠ આર.જે. જે. હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સંસ્થાના ભૂતપૂર્વ લોકલ કમિટીના ચેરમેન શ્રી પરસી દોટીવાલા, શેઠ આર જે જે હાઈસ્કૂલ, ઈંગ્લિશ મીડીયમ ના આચાર્યા શ્રીમતિ પિન્કી મેડમ  હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાએ મહેમાનોનું સ્વાગત કરી આવકાર્યા હતાં. આચાર્યશ્રીએ વાલીઓ અને બાળકોને ઉપયોગ એવા ખૂબ જ પ્રેરણાદાયી પ્રવચન પણ આપ્યું હતું.  કાર્યક્રમના પ્રમુખ દ્વારા પણ આર્શીવચન આપવામાં આવ્યા હતા. નર્સરી થી ધોરણ ૫ નાં બાળકોને સર્ટિફિકેટ તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇત્તર પ્રવૃત્તિમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પણ સર્ટિફિકેટ થી નવાજવામાં આવ્યા હતાં. વર્ગમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર તેમજ વર્ગમાં ગણિત, ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર ને સર્ટિફિકેટ તેમજ રોકડ રકમ મહેમાનો દ્વારા આપવામાં આવ્યા. જેમાં એકેડેમિક પ્રાઇઝ-૧૮, મેરીટ- ૨૨ અને  એકટીવીટી પ્રાઇઝ- ૨૫  મળી કુલ- ૬૫ બાળકોને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષિકા પૂનમ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. ગૌરીબેન  પટેલ દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. પુષ્પાબેન આહિર દ્વારા વર્ષહતી. ૨૦૨૩-૨૪ માં થયેલી વિવિધ પ્રવૃતિઓ વિશે વાર્ષિક અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા વીરાબેન ને ૧૫ વર્ષ પોતાની કારકિર્દીના પૂર્ણ થવા બદલ  મહાનુભાવોના હસ્તે સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વીરાબેને પોતાઓ અનુભવ શબ્દો દ્વારા સૌની સમક્ષ રજૂ કર્યા હતાં. ધોરણ ૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની  પ્રાંજલ  અને ધોરણ -પ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની  વ્યાસ મિસ્ટી દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!