હાલોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી,નગરમાં નીકળ્યું તાજિયાનું ભવ્ય જુલુસ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૭.૨૦૨૪
મુસ્લિમ સમપ્રદાયમાં ઈસ્લામી નવા વર્ષનો પ્રારંભ મોહરમ નાં પેહલા ચાંદથી થાય છે.જેમાં ઇસ્લામ ધર્મના સ્થાપક પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે.પયગંબર-એ-ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પૌત્ર હઝરત ઇમામ હુસૈન આ જ મુહર્રમના મહિનામાં કરબલાના યુદ્ધ (ઇ.સ. 680)માં પરિવાર અને સાથીઓ સાથે શહીદ થયા હતા.મુહર્રમના દસમા દિવસને યૌમે અશુરાના નામે પણ ઓળખવામાં આવે છે.જોકે મોહરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ પણ માનવામાં આવે છે.તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.ત્યારે આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું.જેને લઇ દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરે છે.જેને લઇને હાલોલ નગરમાં મોહરમ નાં મહિનામાં ઠેર ઠેર જીક્ર શરિફ મિલાદ શરિફ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા.જેને લઇ આજે હાલોલ નગરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરની મસ્જિદોમાં મોહરમ પર્વને લઇ યૌમે આશૂરા ની નમાઝ અદા કરાઇ હતી.જોકે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.અને નગરના મુખ્ય માર્ગો પર થઈ પરત કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે આવી પહોંચ્યું હતું અને સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી.ત્યારબાદ કાદરી મોહલ્લા ખાતે નિયાજનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટયા હતા.જ્યારે નગરમાં નીકળેલા કલાત્મક તાજીયાનું ઝુલુસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.નગરમાં ઠેરઠેર ઇમામ હુસેનની યાદમાં ઠંડા પીણા તેમજ શરબત ની શબિલો પણ હતી જેમાં લોકોએ તેનો લાભ લીધો હતો.જો કે મોહરમ પર્વની ઉજવણીને લઈને નગર ખાતે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઇ ઠેરઠેર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બાઝ નજર પણ રાખવામાં આવી હતી.

















