કાંકરેજ તાલુકાના થરા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઈમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ જુલુસ કાઢવામાં આવ્યું.

ઈસ્લામ ધર્મમાં ‘ઈદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિ માં ‘શોક’નો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ બિરાદરો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી.પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.ત્યારે ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે.કારણ એ છે કે માત્ર ઈસ્લામી આલમમાં જ નહીં,બલ્કે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત,જે અત્યાચારોની વિરુદ્ધ અને સાચ્ચાઈની સમર્થક છે,તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.આ દિવસે દરેક મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.તેઓ ઠંડું પીણું, શરબત,દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે.તેમજ હજરત ઈમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.ત્યારે દરવર્ષ ની જેમ ચાલુ વર્ષે આજરોજ મુ.૧૦ મોહરમ મી.૧૧ મોહરમ હિ.૧૪૪૬ અષાઢસુદ-૧૧ને બુધવાર તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ સાંજે ૪ કલાકે સિપાઈવાસ થી તાજીયા જુલુસ નીકળી તેરવાડિયાવાસ,હાઈસ્કૂલ રોડ, માર્કેટયાર્ડ ગરનાળુ, શાક માર્કેટ, શ્રી વાળીનાથ રોડ થઈ જુનાગંજ બજાર,મુસ્લિમ શેરી થઈ નીજ સ્થળે પરત ફરેલ ત્યારે સિકંદરશા ફકીર,મુકંદરશા ફકીર,સરીફખાન પઠાણ
સહિત વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજીયા જુલુસ માં જોડાયા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




