GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારામાં”તાજીયાનું”ભવ્ય ઝુલુસ નિકળ્યું મુસ્લીમ સમાજ બિરાદરો નું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

TANKARA: ટંકારામાં”તાજીયાનું”ભવ્ય ઝુલુસ નિકળ્યું મુસ્લીમ સમાજ બિરાદરો નું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

 

 


“જય વેલનાથ”ગ્રુપ ટંકારા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઈમામ હુસેન ની શહાદત ની યાદમાં કોમી એકતા ના પ્રતિક સમાન,ટંકારા માં નીકળતા”તાજીયા”ના ઝુલુસ માં મુસ્લીમ સમાજ ના બિરાદરો નું ઉગમણા નાકા ચોકમાં ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઝુલુસ માં ગામ, પરગામ થી આવેલા સમગ્ર મુસ્લીમ બિરાદરો ને ટેસ્ટી “મેંગો સરબત” પીવડાવી તન ઉકડાવતી ગરમી મા ટાઢક આપી તરસ છિપાવી હતી. આ તકે ” વેલનાથ ગ્રુપ “ના તમામ યુવા કાર્યકર મિત્રો એ તન, મન અને ધનથી સાથ સહકાર આપી સુંદર મજાનું આયોજન કર્યું હતું. આ તકે સમાજ અગ્રણી કાનભાઈ, અરવિંદભાઈ,દિનેશભાઈ, કેશુભાઈ, મગનભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ, વિનુભાઈ,લાલજીભાઈ, દિનેશભાઇ ગોહિલ, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા વગેરે મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!