ભરૂચ એસ.બી.એમ (ગ્રામીણ) અંતર્ગત આંબોલી પ્રાથિમક શાળા અને રાજપારડી ગામ ખાતે સ્ટોપ ડાયેરિયા કેમ્પિયન હેઠળ પાણી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવામાં આવી..

પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
તા.૧૮/૦૭/૨૦૨૪
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષથી નાના બાળકોમાં કારણે મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટોપ ડાયેરિયા કેમ્પિયનનું આયોજન ૧ લી જુલાઈથી ૩૧ ઓગસ્ટ સુધી કરવામાં આ મોવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને સ્વચ્છ ભારત મિશન દ્વારા જિલ્લાના તમામ ગામડાંઓમાં સ્ટોપ ડાયેરિયા કેમ્પિયનમાં શરૂ કરવામાં આવ્યું છે. સ્ટોપ ડાયેરિયા કેમ્પિયન ઘર – ઘર સુધી પહોંચી શકે તે માટે શાળાઓના શિક્ષકો તેમજ આંગણવાડીના કર્મચારીઓને પણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ડાયેરિયા કેમ્પિયનમાં ચ વર્ષથી નાના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં એસ.બી.એમ (ગ્રામીણ) અંતર્ગત અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની પ્રાથિમક શાળા અને ઝધડીયા તાલુકાના રાજપારડી ખાતે સ્ટોપ ડાયેરિયા હેઠળ શાળાના બાળકો પાસે હેન્ડ વોશિંગના વિવિધ પ્રકારો અને પ્લાસ્ટિકના ઓછા વપરાશ માટે જાણકારી આપી હતી. પાણી અને સ્વચ્છતા અંગે માહીતગાર કરી જનજાગૃતિ કેળવવામાં આવી
હતી.


