
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂડવેલ નામની જીવાત નો ઉપદ્રવ વધ્યો
ચોમાસા ની ઋતુમાં ઠેળ ઠેળ મચ્છર સહીત વિવિધ માખીઓ નો ઉપદ્રવ જોવા મળતો હોય છે ખાસ કરીને જ્યાં પાણી ભરાયેલા હોય ત્યાં વધુ મચ્છર નો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ હાલ એક જીવાત બીજી પણ છે જે છેલ્લા કેટલાય વર્ષો થી જોવા મળતી આવે જેનું નામ છે ચૂડવેલ નામની જીવાત હાલ ચોમાસા ની ઋતુમાં ખાસ કરીં ને ગ્રામ્ય વિસ્તારમાં આ જીવાત વધુ જોવા મળે છે હાલ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ના વિરામ બાદ ઝડથી ફેલાતી ચૂડવેલ નામની જીવતના જૂંડ ઠેળ ઠેળ જોવા મળતા ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન બન્યા છે ઘર સહીત અનેક જગ્યાએ હાલ આ ઉપદ્રવ જોવા મળી રહયો છે જેના કારણે લોકોને રહેવા તેમજ ઉંગવા માટે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે એક બાજુ અનેક રોગો સામે આવે છે તો બીજી તરફ આવી ઉપદ્રવ નો ફેલાવો જેના કારણે હવે આરોગ્ય વિભાગ સતર્ક બને અને કેટલાક અંશે દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે ચૂડવેલ નામની જીવાત ઘરની દીવાલ, તેમજ છત, સહીત અનેક જગ્યાએ સહેલાથી ફળી શકે છે





