GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દીકરાના ઘરેથી ભુલા પડેલા માજીના સહારે આવી ૧૮૧ ટીમ અભયમ

તા.૧૮/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: શહેરના મહિલા અભયમ ૧૮૧ ની ટીમે એક જાગૃત નાગરિકની મદદથી દીકરાના ઘરેથી ભૂલા પડેલા ૮૦ વર્ષીય એક માજીનુ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

શહેરના ૧૫૦ ફૂટ રોડ પરથી એક જાગૃત નાગરિકે ૧૮૧ પર કોલ કરી જણાવ્યું કે, એક વૃદ્ધ માજી મળી આવેલ હોય અને તેમને મદદની જરૂર છે.

ત્યારબાદ ૧૮૧ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા હોમગાર્ડ અનુશાબેન પરમાર અને પાયલોટ ગીરીશભાઈ ઘટના સ્થળે પહોંચી અંદાજે 80 વર્ષિય માજીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે માજી પોતાના દિકરા સાથે રહેતા હોય અને તેમની ટ્રાન્સપોર્ટની ઓફિસ છે. માટે ટીમ દ્વારા નજીકની અન્ય ટ્રાન્સપોર્ટની ઓફિસ પર પૂછપરછ કરી પરંતુ કોઈ જાણકારી મળી નહોતી. ત્યાર બાદ જે સ્થળ પરથી માજી મળ્યા હતા ત્યાંથી ફરી કોઈનો કોલ આવ્યો હતો કે માજીના દીકરા માજીને શોધતા શોધતા અહી આવ્યા છે. ત્યારબાદ અભયમ ટીમને માજીના દીકરાએ કહ્યું કે, માજી ગામડે રહેતા હોઈ અહીયા તેમના ઘરે બે દિવસ રોકાવા માટે આવેલ હતા અને કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા તેમજ ગામડે પણ ઘરેથી નીકળી જતા હતા પરંતુ પાછા થોડી વારમાં ઘરે આવી જતા હતા અને અહીયા માજી ઘરેથી નીકળી ગયા પછી તેમણે નજીકના પોલીસ સ્ટેશન માજી ગૂમ થયાની ફરિયાદ પણ કરેલ છે. આ તકે માજીના દિકરાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!