પ્રજાને લગત કામો ઝડપી કરવા રાઘવજી પટેલની સુચના

*કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી*
*લોકોપયોગી કામો અંગત લક્ષ લઈ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન કરતા મંત્રીશ્રી*
જામનગર (નયના દવે)



, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર મહાનગરપાલિકા, જિલ્લા આયોજન કચેરી, ક્ષાર અંકુશ વિભાગ વગેરેના અધિકારીઓ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજતી હતી. જેમાં અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મંત્રીશ્રીએ બળદેવનગર, સેનાનગર, વાયુનગર, મુરલીધર સોસાયટી, તીરૂપતી, પુષ્પક પાર્ક, ક્રિષ્ના પાર્ક, બેડી ભુંગા, નાઘેડી, હાપા ઔદ્યોગિક વિસ્તાર, ધુંવાવ, શેખપાટ, ખીલોસ, મોડા, મોટી બાણુંગર, જાંબુડા, ખીરી-હડીયાણા સહિતના ગામો તથા વિસ્તારોમાં ભુગર્ભ ગટરનું કામ, સી.સી.રોડનું કામ, સ્ટ્રીટ લાઈટ, નળ કનેકશનમાં પાણીની સપ્લાય, આંગણવાડી નિર્માણ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની પાઇપ લાઇનનું કામ, સી.સી.રોડનું કામ, ગાંડા બાવળ તેમજ કચરો દુર કરવો, ટ્રી ગાર્ડ પુરા પાડવા, ચેકડેમો રીપેર કરવા, કેનાલ તથા તળાવોના કામો પુર્ણ કરવા તેમજ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ હેઠળના કામો સત્વરે પુર્ણ કરવા વગેરે બાબતે સમિક્ષા કરી હતી તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતુ.
000000





