GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં જેઠ દ્વારા હેરાન થતાં પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો.

 

પંચમહાલ

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં એક પીડિત મહિલાને તેઓના જેઠ દ્વારા હેરાનગતિ થતાં તેઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદની માગણી કરી હતી, જેથી ગોધરા અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અસરકારક કાઉન્સિલિંગ દ્વારા જેઠને તેની ભૂલનો અહેસાસ કરાવી સમાધાન કરવામાં આવ્યું હતુ. મળતી માહિતી મુજબ પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન ઉપર કોલ કરી જણાવેલ કે તેઓના લગ્નને છ વર્ષ થયા. તેઓના પતિ રોજ કામ કરવા માટે કંપનીમાં જાય છે, અને તેઓના પતિ દ્વારા ઘરની બધી જવાબદારીઓ નિભાવવામાં આવે છે, જ્યારે તેઓનો જેઠ કંઈ પણ કામ કરતો નથી અને રોજ વ્યસન કરી તેઓને ગાળ બોલી હેરાન કરે છે, આ વાતની જાણ તેઓએ પોતાના પતિને પણ કરી હતી, પરંતુ તેઓ કંપનીમાંથી રોજ સાંજે 9:00 વાગ્યે ઘરે આવે છે અને થાકને કારણે જમીને સુઈ જાય છે, મારા પતિ જેઠ મોટો હોવાને કારણે તેઓની સામે કશું બોલતા નથી. કોઈક વાર તેમણે મારા જેઠને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓના વાતની જેઠ ઉપર કંઈ પણ અસર થઈ ન હતી. આજુબાજુના પડોશીઓ પણ જાણે છે કે મારા જેઠ મને હેરાન કરે છે. તેથી તેઓ પણ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે છતાં પણ જેઠ ઉપર તેઓના વાતની કોઈ અસર થતી નથી. અને રોજની જેમ જ ગાળો બોલી મને હેરાન કરે છે. ઘરે સાસુ અને સસરા પણ છે, વ્યસન કરવા માટે તેઓ મારા સાસુ સસરા પાસેથી પૈસા માંગે છે. પૈસા ન આપે તો તેઓ સાસુ સસરાને પણ ગાળો બોલે છે અને મારપીટ કરે છે. તેથી તેમના જેઠને સમજાવવા પીડિત મહિલાએ 181 ની મદદ લીધી હતી. અભયમ કાઉન્સિલર દ્વારા જેઠને તેઓની જવાબદારીથી વાકેફ કરી સમજાવવામાં આવેલ છે. તેમજ તેઓને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવતાં તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી વ્યસન નહિ કરે અને ઘરમાં લડાઈ ઝઘડો પણ ના કરે તેની બાંહેધરી આપતા પીડિતાએ રાહતના શ્વાસ લીધા હતા. તથા આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોય તેથી સમાધાન કરવામાં આવ્યું હતુ. પીડિતાને મળેલ મદદ બદલ તેઓએ 181 અભયમ ટીમનો આભર માન્યો હતો.

 

 

Back to top button
error: Content is protected !!