બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૯/૦૭/૨૦૨૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરી હતી. આ બેઠકમાં જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જિલ્લાઓમાં આ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા, સર્વેલન્સ કામગીરી, રોગ નિવારણ પગલાં અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર કચેરી ખાતે વીસીરૂમ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી,નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ અને લાઈઝનીંગ અધિકારીઓ પણ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
આ તબક્કે, ભરૂચ આરોગ્ય તંત્રએ ચાંદીપુરા અને વાયરલ એન્કેફેલાઇટીસના વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાના શરૂ કર્યા છે તેની વિગતો પણ આ સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારીને આપી હતી. આવનારા સમયમાં કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવશે. અને કોઈ કેસ બહાર આવે તો આરોગ્ય વિભાગની ટીમો વિસ્તાર પ્રમાણે વ્યક્તિઓનું સર્વેલન્સ કરશે. જિલ્લામાં મેલેથિયન પાવડર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અને વધુમાં આ રોગની જાગૃકતા કેળવવા માટે આશાવર્કરો બહેનો, સ્થાનિક સ્તરે આરોગ્ય ટીમને પ્રયાસો હાથ ધરી રહી હોવાનું જણાવ્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગો સાથે આરોગ્ય વિભાગના અધિકારીને જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા તેમણે સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લો લેવલે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા અને સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા
હતા.