ઢોરનાં ગાંગરડા છે…..ક ગાંધીનગર સંભળાયા પણ પછી??

*કૃષિમંત્રીની સૂચના બાદ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બાની મુલાકાત કરતી ગાંધીનગર ની ટીમ*
*મૃત પશુઓના નિકાલ માટે ઇલેક્ટ્રીક ભઠ્ઠીનું તાત્કાલિક નિર્માણ કરવા તેમજ અન્ય જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઇ*
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર કોર્પોરેશન ના ઢોરના ડબ્બાના ઢોરના ગાંગરડા છે…….ક ગાંધીનગર સુધી સંભળાયા પણ પછી?? આ પ્રશ્ર્ન અધ્યાહાર રાખી પહેલા ફ્લેશબેક જોઇએ તો……..
જામનગર મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં અતિશય ગંદકી, પશુઓને ભુખ્યા રખાતા હોવાની તેમજ રોજ ૮ થી ૯ ગૌવંશ પશુઓના મૃત્યુ થતા હોવાની ફરિયાદ પછી રાજ્ય સરકાર નાં મંત્રી રાઘવજી પટેલની સુચનાથી ગુજરાત પ્રાણી કલ્યાણબોર્ડના સંયુક્ત અને મદદનીશ પશુપાલન નિયામકોએ ઢોરના ડબ્બા ની મુલાકાત લઈને પશુ મૃત્યુના મામલા અટકે, તે અંગે સુચનો કરીને મ્યુ.તંત્રને મૃત પશુઓના દેહના નિકાલ માટે સ્મશાન ભઠ્ઠી નું નિર્માણ કરવા સુચના આપી હતી.
રણજીતસાગર નજીકના ઢોરના ડબ્બામાં રખાયેલા ૧૫૦૦ થી વધુ ગૌવંશ પશુઓ સાથે ક્રૂરતા થતી હોય તેવી ખરાબ સ્થિતિમાં પશુઓને રખાયા હોવાનું તેમજ ભુખ્યા રખાતાં હોવા ની ફરિયાદ ઉઠવા પામી હતી.
આથી ગાંધીનગર થી આવેલા અધિકારીઓ એ પશુઓની અતિ ખરાબ સ્થિતિ જોઈને કોપોરેશનના સ્ટાફને સુચના આપી હતી કે, આ સ્થળે પશુઓને છાયા માટે શેડની, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવા અવેડા સાફ રાખવા, પશુઓને તેની ઉંમર, અશક્તિ અને સાઈઝ મુજબ અલગ-અલગ રાખવા, તેઓને નિયમિત ઘાસચારો મળે, તેની વ્યવસ્થા કરવી. ઘાસ કાપવાનું મશીન જે બંધ છે, તેને ચાલુ કરવા , પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, તેમજ ગોવાળ અને સફાઈ કામદારની વ્યવસ્થા કરવા ના સૂચનો કર્યા હતા.
પશુઓના બાયોમેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો. મૃત પશુઓના દેહને દાટવાના બદલે તેની રસ્મશાન ભઠ્ઠી બનાવવી, માંદા પશુને ઉભા કરવા, ચેન-કપ્પી રાખવી, પશુને લોકવાળા સ્ટેન્ડમાં ઉભા રાખી સારવાર આપવાની વ્યવસ્થા કરવી, તેના વેક્સીનેશન માટે ની પણ વ્યવસ્થા કરવી વગેરે સુચના આપી હતી. આમ જામનગરમાં પકડાયેલા પશુઓ સાથે થતી ક્રૂરતા નિવારવા ખુદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને જામનગર દોડી આવવું પડયું હતું.
કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ની સુચનાથી ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામક આર. એ. વાળા અને મદદનીસ નિયામક ડી.પી. પટેલ તેમજ જામનગર ખાતેના પશુપાલન વિભાગના મદદનીશ નિયામક ડો.તેજસ શુકલ એ – દડીયા ખાતેના ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી. જે વેળાએ મહાનગર પાલિકા ના પશુ ડોકટરો, સેનેટરી ઈન્સ્પેક્ટર, સુપરવાઈઝરને ઉપસ્થિત રખાયા હતાં.
@તણખો:::::ઢોરના ડબાનું ઘાસનું મીનીમમ બજેટ રૂ.૭૫ લાખ હતુ તે તાજેતરમાં ૧૫૦ લાખ છે તેમજ સારસંભાળ સારવાર સફાઇ છાણ વગેરે એકત્રીકરણ વગેરે ખર્ચ થઇ ૨૫૦ લાખ છે ત્યારે અમુક લોકો આક્ષેપ કરે છે કે ઢોરના ડબામાં પશુઓને પુરતુ ઘાસ અપાતુ નથી સારવાર થાતી નથી પુરતુ પાણી અપાતુ નથી ઢોરને જીવાત થી ત્રાસચથાય છે અમુક ઢોર છોડીમુકાય છે તેમજ પકડાય છે તે અને કોઇ ઢોર મૃત્યુ પામે તો તે વિગત કે સંખ્યા રજીસ્ટરમાં ચડતી નથી અને ગાંધીનગરથી ભલે નિષ્ણાંતો પધાર્યા પણ હજુય હાલત તો ગંદકીની ઓછા ખોરાકની બધુ જેસે થે જ છે વળી અમુક ઢોર ઉપલક રીતે કોક ને અપાય છે તેવી ચર્ચા છે પરંતુ આ તમામ બાબતે જાણકારી મેળવાતા ખ્યાલ આવ્યો કે ઢોરના ડબાને લગત આ આક્ષેપો ખોટા છે અને જામ્યુકોના ઢોરના ડબાને લગત કર્મચારીઓ જીવદયા સાથે ઢોરની સંભાળ રાખે છે આમેય સરકારની સુચના જ છે ને કે પશુ હોય કે માણસ સમાન ભાવ રાખવાનો છે સંવેદના રાખવાની છે વગેરે વગેરે





