ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા અંતર્ગત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદના -છાત્ર અભિનંદન” નો કાર્યક્રમ યોજ્યો

ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા અંતર્ગત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “ગુરુ વંદના -છાત્ર અભિનંદન” નો કાર્યક્રમ યોજ્યો.
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય ,વિસનગર ખાતે19 જુલાઈ ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા દ્વારા ગુરુ વંદના -છાત્ર અભિનંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખશ્રી નિખિલભાઇ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેનશ્રી હરેશભાઈ વ્યાસ, પૂર્વ મંત્રીશ્રી નિકુંજભાઈ રાવલ, સભ્યશ્રી મયંકભાઈ રાજપૂત, સભ્યશ્રી ધવલભાઈ મોદી, સભ્યશ્રી કિરણબેન મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત “વંદે માતરમ” ગાનથી કરવામાં આવી હતી . ત્યારબાદ શાળાની બાલિકાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી .ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી તથા પુસ્તક અર્પણ કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા. સાથે સાથે ભારત વિકાસ પરિષદની મહત્તા અને મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને સમજ આપી હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખશ્રી ડો.નિખિલભાઇ ઠક્કરે ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ, તેનું મૂલ્ય અને તેના હેતુઓ વિશે વિગતે સમજાવી ભારતની અખંડત્તા અને અસ્મિતા જાળવી રાખવા વિદ્યાર્થીઓને પ્રેર્યાં હતા. ભારત વિકાસ પરિષદના પૂર્વ મંત્રીશ્રી નિકુંજભાઈએ ગુરુના મહત્ત્વ વિશે સુંદર અને પ્રભાવ શાળી વક્તવ્ય આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી પ્રથમ તેમના માં બાપ જ ગુરુ અને હિતેચ્છુ રહ્યા છે તે વિશે સુંદર મજાની સદ્રષ્ટાંત વાર્તા દ્વારા સમજ આપી હતી. જેની છાપ વિદ્યાર્થીઓ અને સ્ટાફના મન અંતર સુધી પહોંચી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ શાળાના ગુરુગણની કુમકુમ તિલક કરી પૂજા કરવામાં આવી હતી. તે સમય દરમિયાન વાગતા “ગુરુ મેરો બાલ બ્રહ્મ” ભજન થી આખુય વાતાવરણ ભક્તિ ભાવપૂર્ણ બની ગયું હતું.આ સાથે દરેક ધોરણમાં ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર દરેક વિદ્યાર્થીઓને તથા એન.સી.સી., એન.એસ.એસ. અને સ્કાઉટ-ગાઈડના બેસ્ટ પરફોર્મન્સ વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શિક્ષકશ્રી વિશાલભાઈ કડીયા તથા શ્રીમતિ કોકીલાબેનને પણ ભારત વિકાસ પરિષદ, વિસનગર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદના સભ્ય કિરણબેન મોદીએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા રાખવાના, મા-બાપની આજ્ઞાનુ પાલન કરવાના અને રાષ્ટ્ર પ્રત્યે સદભાવ રાખવાના શપથ લેવડાવ્યા હતા. છલ્લે કાર્યક્રમની આભાર વિધિ શાળાના સુપરવાઈઝરશ્રી લવજીભાઈ ચૌધરીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને વિદ્યાર્થીઓને ચોકલેટથી મોં મીઠું કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારુ કાર્યક્રમનું આયોજન થયું હતું. જે બદલ પ્રમુખશ્રી આચાર્ય શ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.





