KHERGAMNAVSARI

ખેરગામ જનતા કેળવણી મંડળ દ્વારા હાઇસ્કુલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૯ યુનિટ રક્ત એકત્ર કરાયું

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા,ખેરગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લા, રોટરી ક્લબ ઓફ ચીખલી રિવર ફ્રન્ટ ના પ્રમુખશ્રી મનોજભાઈ શાહ,શ્વેતલભાઈ, હસનભાઈ અને શ્રી જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ,ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ટેલર અને પ્રશાંતભાઈ, જગદીશભાઈ ચેરમેન શ્રી શશીકાંતભાઈ મંત્રી શ્રી મુસ્તાનશીર વોહરા અને મંડળના સર્વ હોદ્દેદારશ્રીઓ,આચાર્યશ્રી ચેતનભાઇ અને શાળા પરિવાર દ્વારા રક્તદાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ધારાસભ્યશ્રી નરેશભાઈ, તાલુકા પંચાયતના ખેરગામના પ્રમુખશ્રી રાજેશભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામના સરપંચ શ્રીમતી ઝરણાબેન, ઉપસરપંચ શ્રી જીગ્નેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર મામલતદાર ખેરગામ શ્રીદલપતભાઈ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા રક્તદાન સ્થળની મુલાકાત લેવામાં આવી. સદર રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ખેરગામ જેવા આદિવાસી તાલુકામાં રક્તદાન માટે લોકો જાગૃત થાય અને લોકો રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત બને એવા પ્રયત્નો શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામના સર્વ હોદ્દેદારશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા થઈ રહ્યા છે.

એક જાગૃત નાગરિકે ઉપસ્થિત ધારાસભ્ય નરેશભાઈ ને છેલ્લા દસ વર્ષથી હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશ દ્વાર સામે જે પાકું બસ સ્ટેન્ડ હતું તે તોડી નંખાયા બાદ વિદ્યાર્થીઓ – મુસાફરો માટે કોઈ સગવડ ન હોય દરેક ઋતુમાં દુઃખી થાય છે તેના માટે ધ્યાન દોરી બસ સ્ટેન્ડ મુકાવવાનો આગ્રહ કર્યો હતો જે માટે ધારાસભ્યે એમના અંગત મદદનીશને રૂપિયા સાત લાખની ફાળવણી કરાવી બસ સ્ટેન્ડ નિર્માણ કાર્ય કરવામાં આવશે એવું જણાવતા ઉપસ્થિત સૌએ તેમને તાળીઓથી વધાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!