GUJARATJETPURRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

તા.૨૦/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ચેરમેન પદે જમનભાઈ ભુવા તેમજ વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાઘડાળ ની વરણી કરવામાં આવી
Rajkot, Jetpur: સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠાભર્યુ સ્થાન ધરાવતા જેતપુર માર્કેટયાર્ડના નવા સુકાનીઓની ચૂંટણી માટે રાજકોટના જીલ્લા રજીસ્ટ્રાર સિદપરા અધ્યક્ષસ્થાને બેઠક થઈ હતી. ચેરમેનપદ માટે જમનભાઈ ભુવા તથા વાઈસ ચેરમેન માટે વિનુભાઈ પાઘડળ નામની દરખાસ્ત થઈ હતી. તમામ ડાયરેકટરોએ સંમતી આપી હતી. અન્ય કોઈએ દાવેદારી નહીં કરતા બન્ને હોદેદારોની ચૂંટણી બીનહરીફ થઈ હતી.
યાર્ડમાં ચેરમેન તેમજ વાઇસચેરમેન ચૂંટણીને પગલે તાલુકા ભરના રાજકીય-સહકારી આગેવાનો યાર્ડમાં ઉમટયા હતા. સહકારી નેતા જયેશ રાદડીયા, સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. નવનિયુક્ત હોદેદારોને ફુલહાર કરીને અભિનંદન-શુભેચ્છા પાઠવ્યા હતા. જશ્નનો માહોલ સર્જાયો હતો.





