
ઉનાઈ ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં પાકી દુકાનો બનાવી દેવામાં આવી
ગ્રામ પંચાયત દ્વારા પતરા નો શેડ બનાવી નવી આવક ઉભી કરવા શેડ બનાવ્યા હતાં. ત્યારે પાકી દુકાન બનાવી દેતા પંચાયતના શાસકો ની ભૂમિકા તપાસ્વી જરૂરી!
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા તાલુકામાં ઉનાઈ ખાતે ગ્રામ પંચાયત ની હદ વિસ્તારમાં પાકી દુકાન તાણી બાંધતા અનેક તર્ક વિતર્ક ચર્ચાઓ એ માજા મુકી છે. ત્યારે ઉનાઈ ગ્રામ પંચાયતના શાસકો દ્વારા ગ્રામ પંચાયત ની આવક માં વધારો કરવા માટે પતરા નો શેડ બનાવી અને છૂટક દુકાનો લગાવતા અને ખાણી-પાણીની લારી ચલાવતા વેપારીઓ માટે પતરા નો શેડ બનવામાં આવ્યો હોવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જેની લઈને ગ્રામ પંચાયત માં આ ઠરાવ દરેક સભ્યો એ મંજુર રાખી પાસ કર્યો હતો.ત્યારે ફક્ત પતરા નો શેડ બનાવવાનો ઠરાવ થયો હોય તો પછી આ પાકી દુકાનો બનાવાની પરવાનગી કોને આપી?જયારે પાકી દુકાન બનાવાનું કામ ચાલુ હતું.તો પંચાયતના હોદેદારો ક્યા હતાં? શું આ દુકાનો નું ચાલતું બાંધકામ એમનાં નજરમાં નથી આવ્યું?આ દુકાનો પંચાયતના સભ્યો અને શાસકો દ્વારા શા માટે બનવા દેવામાં આવી? કોઈ મોટી કટકી લઈને બનાવી દેવામાં આવી છે?જયારે હાલ તો લોક ચર્ચા મુજબ ગ્રામ પંચાયત નાં શાસકો ગાંધી છાપ નાં જોરે ગ્રામ પંચાયત હસ્તકની જમીનો પર પાકી દુકાનો બનાવાની હવામાં પરવાનગી આપી રહ્યાં હોય એમ પ્રતીત થઈ રહ્યું છે.ત્યારે આવનારા દિવસો માં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પંચાયતના શાસકો પર કાયદેસર નાં પગલા લેવાશે કે કેમ એ જોવું રહ્યું.
બોક્ષ; ૧
જયારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ને આ બાબત પુછતાં જણાવ્યું હતું કે અમો એ આ બાંધકામ કરનાર વ્યક્તિને નોટીસ આપી છે. ત્યારે તલાટી કમ મંત્રી શ્રેયસ પટેલ પાસે આ નોટીસ ની કોપી માંગતા ગલાતલા કરતાં તલાટીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે.
બોક્ષ;૨
ઉનાઈ ગ્રામ પંચાયત નાં ક્રિકેટ ગ્રાઉન્ડ ની બહાર આ પતરા નાં શેડ ની બનેલી દુકાનો કોને કોને ફાળવણી કરવામાં આવે.જયારે આ દુકાનો કોણે પાકી બનાવી?એ બાબત ની તલ સ્પર્શી તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી તાલુકા વિકાસ અધિકારી અને સંભવિત વિભાગ સમગ્ર બાબતમાં ભીનું સંકેલશે એ જોવું રહ્યું.



