GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- ઝંડ હનુમાન દર્શને આવેલા વડોદરા પરિવારના સભ્યને ભાટ ગામ નજીક બાઇકે અડફેટે લેતા કરુણ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૭.૨૦૨૪

વડોદરા થી જાંબુઘોડા નજીક ઝંડ હનુમાનજીના દર્શને આવેલુ પરિવાર વડોદરા પરત ફરી રહ્યું હતું ત્યારે ભાટ અને શિવરાજપુર વચ્ચે પરિવાર ના મોભી ને એક બાઈક ચાલકે ટક્કર મારી રોડ ઉપર ફંગોળી દીધા હતા. માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું છે, ગેંડા સર્કલ પાસે જાહ્નવી હોસ્પિટલ સામે રહેતું પંડ્યા પરિવાર સવારે તેમની ટાટા ટીગોર કાર લઈ જાંબુઘોડા ફરવા માટે ગયા હતા.વડોદરા ના રમેશચંદ્ર મણિલાલ પંડ્યા તેમની પત્ની અને બાળકો ને લઈ આજે સવારે જાંબુઘોડા ગયા હતા, જ્યાં ઝંડ હનુમાનજી મંદિરે દર્શન કરી સાંજે તેઓ કાર લઈ પરત વડોદરા ફરતા હતા ત્યારે હાલોલ તાલુકાના ભાટ અને શિવરાજપુર ની વચ્ચે રમેશભાઈ પંડ્યા કાર રોડ ની બાજુમાં ઉભી રાખી પેશાબ કરવા નીચે ઉતર્યા હતા, રોડ ક્રોસ કરી તેઓ પેશાબ કરી કાર તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કાર ની પાછળ થી પુરઝડપે આવેલી મોટરસાયકલે રમેશભાઈ ને અડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને તેઓનુ મોત નિપજ્યુ હતું.જ્યારે બાઇક ચાલાક પણ રોડ ઉપર ઢસડાયો હતો.જોકે અક્સ્માત મૃત્યુ પામનારને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!