
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે.ત્યારે તકેદારીનાં ભાગરૂપે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોક જાગૃતિ લાવવા માટેનાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.તેમજ ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા આહવા વિસ્તારમાં દવાનો છંટકાવ સહિત મકાનોમાં તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરી છે.ગુજરાત રાજ્યનાં અત્યાર સુધીમાં 20થી વધુ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કર્યો છે.ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અને અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આહવાના અનેક વિસ્તારોમાં દવા નો છટકાવ કરવામાં આવ્યો હતો.અને લોકોને આ ગંભીર વાઇરસ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.તેમજ ચાંદીપુરા વાયરસના લક્ષણોથી લોકોને વાકેફ કરવામા આવ્યા હતા.તેમજ જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવામાં માટે આરોગ્ય કર્મીઓએ જણાવ્યુ હતુ.અને તે મચ્છર,લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે.આ વાયરસ માખી દ્વારા ફેલાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે..





