વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ભાજપ સરકાર દ્વારા જે રીતે દીકરા દીકરીઓને દર મહિને સહાય રકમ આપવામાં આવે છે.તે જ રીતે ગુજરાતમાં પણ દર મહિને સહાય રકમ આપવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર મધ્યપ્રદેશની દિકરીઓને દર મહિને 1000 રૂપિયાની સહાયતા કરે છે.આ મુદે ભાજપે બે વખત ચૂંટણીઓ પણ લડી છે.તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યની ભાજપ સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે, શિક્ષિત યુવાનોને એમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે 6000, 8000 અથવા 10,000 રૂપિયાનું વળતર સરકાર દ્વારા આપવામાં આવશે.ગુજરાતની પ્રજા તો છેલ્લા 30 – 30 વર્ષથી ભાજપને બહુમતી આપે છે.છેલ્લી ચૂંટણીમાં તો 156 બેઠકો આપી છે.ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓને આ સહાયતા કેમ નહી ? ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓ પણ બેરોજગારીથી પીડાય છે.પૈસાના આભાવે અભ્યાસ છોડી દે છે. તો ગુજરાતના યુવાન દિકરા-દિકરીઓનો શું દોષ છે કે એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે ?તેમજ ભાજપના નેતાઓ તો તમામ ભાષણોમાં સબકા સાથ સબકા વિકાસની અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વાતો કરે છે. એક જ દેશના બે યુવાનો વચ્ચે આવો ભેદભાવ કેમ ? આવા અનેક સવાલ સાથે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.તેમજ ગુજરાતના દીકરા દીકરીઓને પણ દર મહિને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..
«
Prev
1
/
87
Next
»
વડતાલ ખાતેથી કમલેશ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયો