GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

તા.૨૨/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ફોફળ ડેમ ૧૦૦ ટકા ભરાયો તથા ૦.૫ મીટરથી ઓવરફ્લો

Rajkot: રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ મોજ ડેમમાં ૦.૯૨ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૨૩ ફૂટ અને ફાડદંગ બેટી ડેમમાં ૩.૧૨ ફૂટ નવા નીર આવ્યા છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે મોજ ડેમ ૯૪.૧૨ ટકા, ફોફળ ડેમ ૧૦૦ ટકા, ન્યારી-૨ ડેમ ૮૫.૦૯ ટકા અને ફાળદંગબેટી ડેમ ૬.૦૩ ટકા ભરાયો છે.

હાલ વેણુ-૨ ડેમના ત્રણ દરવાજા ૦.૩ મીટર, ફોફળ ૦.૫ મીટર ઓવર ફ્લો, આજી – ૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો બે દરવાજા ૦.૨૨ મીટર ખુલ્લા છે

Back to top button
error: Content is protected !!