NATIONAL

ખેડૂત આંદોલન 2.0નું એલાન ! 15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચથી દિલ્હી કૂચ

ભારતમાં ખેડૂત આંદોલન 2.0ના ભણકારા વાગી રહ્યા છે. અહેવાલ છે કે સંયુક્ત કિસાન મોરચાએ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ ટ્રેક્ટર કૂચ કાઢવાની જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂતો હરિયાણા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં 2021 માં પ્રજાસત્તાક દિવસ દરમિયાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ભારે હિંસા અને તોડફોડ થઇ હતી.
સંયુક્ત કિસાન મોરચાની સાથે કિસાન કિસાન મજૂર મોરચો પણ જોડાશે એવા સમાચાર છે.. સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં પણ ખેડૂતોએ આ માહિતી આપી હતી. જેમાં 1 ઓગસ્ટે મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે 15 ઓગસ્ટે ટ્રેક્ટર કૂચ કરીને નવા કાયદાની નકલો બાળીશું
પત્રકાર પરિષદમાં ખેડૂતોએ કહ્યું કે અમે 31 ઓગસ્ટે પણ વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે અમે અમારા પ્રારંભિક વિરોધના 200 દિવસ પૂર્ણ કરી રહ્યા છીએ”. અમે સપ્ટેમ્બરમાં જીંદમાં એક રેલી અને સપ્ટેમ્બરમાં જ હરિયાણાના પિપલીમાં એક રેલી યોજીશું.અમે એમએસપી ગેરંટીને કાયદેસર બનાવવાની માંગ કરી છે. સરકારનું કહેવું છે કે તેની અસર અર્થવ્યવસ્થા પર પડશે, પરંતુ અમે આર્થિક નિષ્ણાતો સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે તે સાચું નથી.’
ખેડૂત નેતા અભિમન્યુએ કહ્યું કે કોર્ટના આદેશ બાદ પણ હરિયાણા સરકારે સરહદો બંધ રાખી છે. અમે જાહેરાત કરી છે કે જ્યારે પણ સરહદો ખુલશે, અમે અમારી ટ્રોલીઓમાં દિલ્હી તરફ આગળ વધીશું. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ફેબ્રુઆરીથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનોએ પંજાબમાં અંબાલા વહીવટીતંત્ર સામે વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપી હતી.

Back to top button
error: Content is protected !!