PRANTIJSABARKANTHA
પ્રાંતિજના ગલેસરા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

*પ્રાંતિજના ગલેસરા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ*
*********
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ગલેસરા ખાતે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી.આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અનિવાર્ય ખાતર એવા ઘનામૃત, જીવામૃત અને બીજામૃત વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં ખેડૂતમિત્રો જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરના ઉપયોગને બદલે બાપદાદા વખતની પ્રાકૃતિક ખેતી કરે તે માટે જણાવામાં આવ્યુ હતુ.
અહેવાલ:- પ્રતિક ભોઈ પ્રાંતિજ


