GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, 36ના મોત

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ કન્ફર્મ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 36ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 46 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, તેમજ 22 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયું છે જ્યારે 1.36 લાખથી વધુ ઘરોમાં દવાનો છંટકાવ કરાયો છે.

શું છે આ ચાંદીપુરા વાયરસ ?

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. આ વાયરસના કારણે તાવ આવે છે. આ વાયરસ ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.

Back to top button
error: Content is protected !!