
ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાઇરસને લઈ તકેદારી રાખવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હેલ્થ ઓફિસરને રજૂઆત કરી
હાલમાં ગુજરાત ભરમાં ચાંદીપુરા વાયરસ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ઝઘડિયા તાલુકાના નજીકમાં આવેલ નેત્રંગ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ જણાય આવ્યો હતો જેથી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ અવિધા CHC અને રાજપારડી PHC ની મુલાકાત લેવામાં આવી. જે દરમ્યાન હાજર અધિકારી સાથે ચાંદીપુરા વાયરસ માટે તંત્ર દ્વારા શું પૂર્વ તૈયારી કરવામાં આવી છે? તેને લગતા શું પગલાં લેવામાં આવ્યા છે તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ તેમજ પાણી જન્ય રોગો માટે શું પગલાં લેવામા આવ્યા છે તેની જાણકારી મેળવી. ત્યાર બાદ તાલુકા હેલ્થ ઓફિસર ને રૂબરૂ મળી ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ તેમજ આરોગ્ય ની જરૂરી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ અવિધા આરોગ્ય કેન્દ્ર અને રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોંગ્રેસ સમિતિ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ જ્યાં તપાસ કરવામાં આવતા બાળકોના કોઈપણ ડોક્ટર ના હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બાળકોના સ્થાયી ડોકટર વિજીટીંગ ડૉક્ટર નિયુક્ત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ની મુલાકાત લઇ ઝઘડિયા અને વિવિધ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ ને લગતી તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી



