સાબરકાંઠા મહેસાણા પંચમહાલ મહીસાગર અનેક જિલ્લાઓ માં વિદેશી નાણું ના નામે લોભામણી સ્કીમ

સાબરકાંઠા મહેસાણા પંચમહાલ મહીસાગર અનેક જિલ્લાઓ માં વિદેશી નાણું ના નામે લોભામણી સ્કીમ ચાલુ કરી. કરોડો રૂપિયા સ્થાનિક પ્રજા પાસે થી લીધેલા છે અને વ્યાજ ત્રણ ટકા આપી રહ્યા છે. લોભામણી સ્કીમ સાબરકાંઠા ના વ્યક્તિ દ્વારા વ્યાજ ગેરંટી સ્કીમ કોઈપણ જાત ના આર.બી.આઇ નિતિનિયમો નેવે મૂકી પ્રજાને ગેરમાર્ગે દોરથી વિદેશી મુદ્રા ના નામે સ્કીમ ચલાવાઇ રહે છે. ભૂતકાળમાં ઘણા એવા લે ભાગુ લોકો લોભામણી લાલચ આપી પ્રજાને લૂંટી ગયા છે. આવી લોભામણી સ્કીમ નું ભવિષ્ય હોતું નથી. માટે પ્રજાને જાગૃત થવાની જરૂર છે. લોભી માણસો હોય ત્યાં ધુતારા ભૂખે ના મળે તે રીતે પ્રજાએ જાગૃત બની ચેતવા ની જરૂર છે અને સરકારે પણ આ વિષય ઉપર ચિંતા કરવી જોઈએ. કારણ કે કરોડો રૂપિયા પ્રજા પાસેથી ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશી મુદ્રાઓના નામે લે ભાગુ માણસો દ્વારા પ્રજાને છેતરપિંડી કરી લૂંટવાના આશ્રયન થી નવા નવા નુસખાઓ કરી પ્રજાને ભોળવી આ રીતની 420 ખૂલે આમ થઈ રહી છે. સ્થાનિક સરકારી તંત્ર ચોક્કસ થી આવી વ્યક્તિઓને શોધી તેઓ પર પ્રતિબંધ લાવવા જોઈએ



