પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પરિવારની ઈકો કાર પલ્ટી ખાતા અકસ્માત,ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૭.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના પરિવાર ની ઈક્કો ગાડી પાવાગઢ માંચી થી નીચે ઉતરતા બાવામાન મસ્જિદ પાસે પલ્ટી ખાઈ જતા ગાડીમાં સવાર પૈકી એક બાળક સહીત ત્રણ ને ગંભીર ઇજા થતા તેને પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાનું પરિવાર ની ઈક્કો ગાડી યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે ઈક્કો ગાડી લઇ ને આવ્યા હતા. જેમાં નાના મોટા થઇ 11 જેટલા લોકો આવ્યા હતા.આજે મંગળવાર ના રોજ માતાજીના ચરણ માં શીશ નમાવી દર્શન કરી પરત ઘરે જવા નીકળ્યા હતા. દરમ્યાન ઈક્કો ગાડી માંચી થી નીચે ઉતરતા બાવામાન મસ્જીદ અટક દરવાજા પાસેથી પસાર થતા વળાંકમાં ગાડી ના સ્ટેરીંગ લોક થઇ જતા ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.જેને લઇ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ગાડી માં બેઠેલા લોકો ની ચીકારીઓ ઉઠવા પામી હતી.જેને લઇ રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો તેમજ જીપ ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યારે બનાવની જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.ગાડીમાં સવાર તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહન માં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં વંશિકા રાવત ઉ.વ.2, મીથુન ફુલસિંગ ઉ.વ.25, સોનિયા રાવત ઉ.વ. 22 ને ગંભીર ઈજાઓ થતા તેને પ્રાથમિક સારવાર હાલોલ રેફરલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હતા.