GUJARATNAVSARI

Navsari: ભારે વરસાદ પગલે નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. આજરોજ કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બીલીમોરા તાલુકાના દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રેહતા નાગરિકોને  સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.  આ કામગીરીમાં કોઈને જાન હાનિ થયેલ નથી. 30 જેટલા લોકોને દેસરા સ્કૂલમા સહી સલામત રીતે બીલીમોરા નગરપાલીકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે અને બીજા લોકોને સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!