રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા HTat ના પ્રશ્નો નો ઉકેલ આવતા શિક્ષણ મંત્રી નો આભાર પ્રગટ કરવામાં આવ્યો

HTAT મુખ્યશિક્ષકોના નિયમો પોઝિટિવ રીતે અને સંગઠન ની માંગણી મુજબ આવતા માન. શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોર સાહેબ, માન. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ,માન. શિક્ષણ સચિવ શ્રી રાવ સાહેબ તથા માન. નિયામકશ્રી મહેશભાઈ જોશી સાહેબ નો આભાર માનવામાં આવ્યો તથા
પડતર પ્રશ્નો માટે આજ રોજ સ્વર્ણિમ સંકુલ એક ગાંધીનગર ખાતે શિક્ષણ તથા નાણા વિભાગનાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માનનીય નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ તથા શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબની રાષ્ટ્રીય સચિવ (પ્રાથમિક સંવર્ગ) અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, સંગઠનમંત્રી સરદારસિંહ મછાર, મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, પ્રાથમિક સંવર્ગ મહામંત્રી અનિરુદ્ધસિંહજી સોલંકી માધ્યમિક સંવર્ગ મહામંત્રી જિતેન્દ્ર ઠાકર ના નેતૃત્વમાં મુલાકાત કરવામાં આવી. એચ ટાટ સંવર્ગ સહિત વિવિધ સંવર્ગના પદાધિકારીઓ આભાર દર્શન તથા રજુઆતો માં જોડાયા.
સરકારી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પુરા પગારમાં સમાવાતા તેઓના એન.પી.એસ. એકાઉન્ટ ઝડપથી ખોલી તેના નંબર ફાળવણીના જિલ્લા કક્ષાએ કેમ્પ કરવામાં આવે તેમજ તેઓની સરકારી ફાળાની રકમ ઝડપથી તેઓના ખાતામાં જમા કરાવવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી. નાણામંત્રાલય તથા શિક્ષણ વિભાગ સંકલન કરી આ અંગે કાર્યવાહી કરશે.
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકની ભરતી માટે ખાલી જગ્યાઓ સુનિશ્ચિત કરવા રોસ્ટર કેમ્પ આખરી તબક્કામાં છે. તે પૂર્ણ થતા આગળની કાર્યવાહી થશે. જુના શિક્ષકની ભરતીના નિયમો નું નોટિફિકેશન પણ આખી તબક્કામાં છે. થોડા સમયમાં પ્રસિદ્ધિની શક્યતાઓ છે.
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી માટેની જાહેરાત પણ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી કેલેન્ડર મુજબ આવે તેવી પૂરી શક્યતાઓ છે.
આચાર્યના બદલીના નિયમો સંગઠન ની માંગણી અનુસાર ૧૨ વર્ષ બાદ પ્રસિદ્ધ થતા કેબિનેટ શિક્ષણમંત્રી માનનીય શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ, રાજ્યકક્ષા શિક્ષણમંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ શિક્ષણ સચિવ માનનીય શ્રી ડૉ. વિનોદ રાવ સાહેબ, પ્રાથમિક શિક્ષણ નિયામક માનનીય શ્રી એમ.આઈ.જોષી સાહેબનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જેમાં એચ ટાટ સંવર્ગ ના રાજ્ય ના પદાધિકારીઓ જોડાયા
આચાર્ય એચ.ટાટ સંવર્ગ બદલી કેમ્પ, એચ.ટાટ આચાર્યને નિવૃત્તિ સમયે સત્રનો લાભ જેવા વિવિધ પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી. સંગઠન દ્વારા નિયમિત મુલાકાત લઈ ઘટતુ કરવામાં આવશે.
જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાનો ઠરાવ બહાર પાડવા, નિવૃત્તિ સમયે ૩૦૦ રાજાનું રોકડ રૂપાંતર આપવા, શાળામાં બિન શૈક્ષણિક કર્મચારીઓની સત્વરે ભરતી કરવા, શિક્ષકોને વિવિધ યોજનાઓ તથા સરકારી કામમાં ન જોડી શૈક્ષણિક કાર્ય કરવા દેવા જેવા અખિલ ભારતીય કક્ષાએ રજૂઆત કરાયેલ પડતર પ્રશ્નો અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી કાર્યાલય શિક્ષણમંત્રીશ્રી કાર્યાલય તથા નાણામંત્રીશ્રીના કાર્યાલયમાં મુલાકાત લઇ મંત્રીશ્રીઓને રૂબરૂ મળી પત્ર ઇન્વર્ડ કરવામાં આવ્યા.
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ મળે તથા ૪૨૦૦ ગ્રેડ પે અને અન્ય પડતર પ્રશ્નો ઝડપથી નિર્ણય લેવાય તેની રજૂઆત કરવામાં આવી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક ગુજરાતના વિવિધ નવ સંવર્ગના માતૃશક્તિની પ્રસુતિ રજા સહિતના પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રીશ્રીની અધ્યક્ષતામાં શિક્ષણ તથા નાણા વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવા માંગ કરવામાં આવી.
ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના નિયમો લાગુ કરવા બહાર પાડવામાં આવેલ પરિપત્રને ધ્યાને રાખી વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે તથા શાળાઓની મૂંઝવણ પણ દૂર થાય તે માટે સંગઠન દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી. વિસ્તૃત રજૂઆત સંલગ્ન તમામ વિભાગમાં કરવામાં આવશે.






