GUJARATKHERGAMNAVSARI

ખેરગામ:પાટી ગામે પાણી પુરવઠાનો ભ્રષ્ટાચાર 49લાખનું કૌભાંડ ખેડૂતને વળતર માટે તંત્ર પાસે ન્યાયની આશા

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ પાટી ગામે તપાસ થાય તેવી માંગ ઉઠી છે ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો થોડા દિવસ અગાઉ મામલતદાર અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપતા

અધિકારીઓએ જણાવ્યું કે ન્યાય અપાવવામાં આવશે નવસારી વલસાડ ડાંગ જેવા વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ માટે તપાસની ટીમો ઉતારી દેવામાં આવી છે. જેથી પાટી ગામના લોકોને પણ સવાલ ઉભા થાય છે કે અમારા ગામમાં 49 લાખ નો જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને 49 લાખ સરકારના પાછા સરકારી તિજોરીમાં જવા જોઈએ અને જે ખેડૂત છે. એને યોગ્ય વળતર મળવું જોઈએ જેને લઈ તારીખ 27/06/2024 ના રોજ રજીસ્ટર એડી દ્વારા અરજી મોકલવામાં આવી હતી

૧) મહેરબાન કલેકટર સાહેબશ્રી કલેકટરશ્રીની કચેરી નવસારી

૨) નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ ગુજરાત પાણી પુ.અને ગટર વ્યવસ્થા બોર્ડ આનંદ ભુવન મહાત્મા ગાંધી રોડ-બીલીમોરા

૩) મે.તાલુકા વિકાસ અધિકારીશ્રી,ખેરગામ તા.ખેરગામ, જિ.નવસારી

૪) મે.મામલતદારશ્રી. ખેરગામ

૫) મે.તલાટી કમ મંત્રીશ્રી પાટી ગ્રામ પંચાયત તા.ખેરગામ, જિ.નવસારી

પરંતુ આ રજીસ્ટર એડી થયેલ અરજીનું તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો ન હતો જેને લઇ તારીખ 19/07/2024 ના રોજ ફરી આવેદનપત્ર નવસારી કલેકટર સાહેબને આપવા માટે ખેડૂતો મજબૂર બન્યા હતા.ખેરગામના પાટી ગામે પાણી પુરવઠાની નલ સે જલ ની પાટી ગામના ખેડૂતોને ખેતરમાંથી પાણીની પાઈપ લાઈન ગયેલ હોય જેમાં સરપંચશ્રી તથા તલાટી તેમજ પાણી પુરવઠાના અધિકારીઓએ અમારા પાટી ગામે જેમના ખેતરમાંથી પાઈપ લાઈન ગયેલી નથી એવા ખોટા ખેડૂતોને ઉભા કરી ખોટા દસ્તાવેજો બનાવી, મરણ થયેલ હોય એવા વ્યક્તિઓની પણ ખોટી સહી કરી નાણાંની ઉચાપત કરેલ છે. સરકારશ્રીના નાણાંનો ખોટો દૂર ઉપયોગ કરેલ છે. તાત્કાલિક તપાસ કરાવો એવા ન્યાયની આશા અમો તમામ ગ્રામજનો અને ખેડૂતો રાખીએ છીએ.

Back to top button
error: Content is protected !!