SURATSURAT CITY / TALUKO

ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દુષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે: ગોપાલ ઇટાલીયા

ડ્રગ્સ વેચતા પકડાનાર વિકાસ આહિરના ફોટા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે: ગોપાલ ઇટાલીયા

ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા: ગોપાલ ઇટાલીયા

ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું: ગોપાલ ઇટાલીયા

શું હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે કે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કે કયા ગુપ્ત આશીર્વાદથી આ વિકાસ આહિર નામના વ્યક્તિ સામે માફિયા ગેંગની કોઈ કલમો લગાવવામાં આવી નથી?: ગોપાલ ઇટાલીયા

ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે: ગોપાલ ઇટાલીયા

વિકાસ આહિર પર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી?: ગોપાલ ઇટાલીયા

હું ભાજપના નેતાઓને વિનંતી કરવા માગું છું કે તમે કોઈ બીજા બે નંબરના ધંધા કરીને પૈસા કમાઈ લેજો પરંતુ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાં ન ધકેલો: ગોપાલ ઇટાલીયા

રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો: ગોપાલ ઇટાલીયા

સુરત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દુષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે. દારૂની લડાઈ હજુ પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.

આજના સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો. આ ગઈકાલે પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે. આ લોકોના ફોટા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે. અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે. હું હર્ષ સંઘવીને વિનંતી કરવા માગું છું કે તમારો હોદ્દો આજે છે અને કાલે નથી પરંતુ તમે ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો. આટલું બધું ડ્રગ્સનું દુષણ વધ્યું છે તો આમ પકડાનાર લોકોને બચાવવાની કોશિશ ન કરો.

થોડાક દિવસ પહેલા હર્ષ સંઘવીના ખાસ મિત્ર, પરિચિત અને પારિવારિક સંબંધો ધરાવતા એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો વિકાસ આહિર નામનો એક ડ્રગ્સ માફિયા પકડાયો. આ ડ્રગ્સ માફિયાને પકડવા માટે હું સુરતની બાહોશ પોલીસનો આભાર માનું છું. પરંતુ એફઆઇઆર થયા બાદ પાછળથી જે ઘટના ઘટે તે જાણવા જેવી છે. અમારી જાણવું છે કે શું હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે કે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કે કયા ગુપ્ત આશીર્વાદથી આ વિકાસ આહિર નામના વ્યક્તિ સામે માફિયા ગેંગની કોઈ કલમો લગાવવામાં આવી નથી? આ વિકાસ આહિર નામનો વ્યક્તિ માફિયા ગેંગ ચલાવે છે, તે ડ્રગ્સની ગેંગ ચલાવે છે, અપહરણની ગેંગ ચલાવે છે, લૂંટની ગેંગ ચલાવે છે, ખંડણી ઉઘરાવવાની ગેંગ ચલાવે છે. આ વ્યક્તિ પર 15થી વધુ એફઆઇઆર નોંધાયેલ છે. આ તમામ એફ.આઇ.આર મારામારી કરવાન, ધાકધમકી કરવાની, લૂંટ કરવાની, અપહરણ કરવાની, બળજબરી કરવાની, આ રીતની ફરિયાદો તેની અને તેની ગેંગ પર નોંધાયેલ છે. આમ છતાં પણ જ્યારે આ વ્યક્તિ આજે ડ્રગ્સના કેસમાં પકડ્યો ત્યારે ફક્ત ડ્રગ્સની જે કલમ લગાવવામાં આવી છે. આ એફઆઇઆરમાં માફિયા ગેંગની કોઈ કલમો લગાડવામાં આવી નથી.

મને જાણવા મળ્યું છે કે પોલીસ પર કોઈ છૂપુ દબાણ ઊભું કરવામાં આવ્યું છે. કોઈ છુપા આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશો હર્ષ સંઘવીએ કર્યા કે ભાજપના કોઈ નેતાએ કર્યા તેની કોઈ જાણકારી નથી, પરંતુ પોલીસ પર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવામાં ન આવે. નિર્લિપ્ત રાય જેઓ એક આઇપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના મહાનિરીક્ષક છે, તેમણે એક પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં લખેલું છે કે કોઈપણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી, થાક ધમકીથી, કે અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમ દ્વારા અપહરણ કરે, લૂંટ કરે, ખંડણી ઉઘરાવે, સોપારી આપે, સાયબર ક્રાઇમના ગુનાઓ કરે, ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો એ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે તેમ ગણાશે. આ વસ્તુ કાયદામાં લખેલી છે. આ વિકાસ આહિર પર સરકારી અધિકારીને માર મારવા સહિત અનેક આવા ગુનાઓ લાગુ કરેલા છે અને વધુમાં આ વ્યક્તિને સાયબર ક્રાઇમના એક ગુનામાં કોર્ટ તરફથી સજા પણ ફટકારવામાં આવી છે. તો પછી આ વ્યક્તિ પર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી. આનો ખુલાસો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ.

કાયદામાં એક શબ્દ છે પ્રોસિડ ઓફ ક્રાઇમ, એટલે કે જો માફિયાઓની કલમ આ વિકાસ આહીર પર લગાડવામાં આવે તો કાયદા અનુસાર વિકાસ આહિર અને આ તમામ ગુનેગારો પાસે જેટલી પણ સંપત્તિ છે તે સંપત્તિ સરકાર સીલ કરે અને તેને ખાલસા કરે. જો આ કલમ લાગતી તો વિકાસ આહીરના તમામ પાર્લરો પોલીસે સીલ કરવા પડતા, બધી ગાડી, મોબાઇલ, પ્લોટ, મકાન બધું સરકારે સીલ કરવું પડતું. આ તમામ વસ્તુઓ ન થાય તે માટે આ ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ સુરત પોલીસ ઉપર દબાણ કર્યું, અને હર્ષ સંઘવીએ ખુલાસો કરવો જોઈએ કે આ ડ્રગ્સમાં તેને બચાવીને તેમને શું મજા આવે છે?

સ્ટેટ મોનિટરીંગ સેલના મહાન નિર્દેશક નિર્લિપ્ત રાયએ એક પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં લખ્યું છે કે, તેમાં ચોખ્ખું લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ પર ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની શિક્ષાને પાત્ર અને કોગનીજેબલ ગુનો કર્યો હોય તેવા બે ચાર્જસીટ કોર્ટમાં ફાઈલ થયા હોય તો તેવો વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય ગણાશે અને તેના પર માફિયા ગેંગની કલમ લગાડવામાં આવે. આ ડ્રગ્સ છે પકડાયું છે તે કોમર્શિયલ કોન્ટીટીમાં પકડાયું છે. કાયદામાં તેની પણ જોગવાઈ છે કે સ્મોલ કોન્ટીટી અને કોમર્શિયલ કોન્ટીટી. હર્ષ સંઘવીનો આવા લોકો સાથે શું સંબંધ છે, આવા લોકોને ભાજપના નેતાઓ કે હર્ષભાઈ સંઘવી શા માટે બચાવે છે તે ગુજરાતને એમણે જાણ કરવી જોઈએ. હું ભાજપના નેતાઓને વિનંતી કરવા માગું છું કે તમે કોઈ બીજા બે નંબરના કામ ધંધા કરીને પૈસા કમાઈ લેજો પરંતુ ગુજરાતને ડ્રગ્સના દૂષણમાં ન ધકેલો. કહેવાય છે કે ભુપેન્દ્રભાઈ મૃદુ મુખ્યમંત્રી છે, તેઓ મૃદુ હશે પરંતુ કડક હાથે કામ ન કરે તેવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી. જેમ આજે ડ્રગ્સ માફિયા વિકાસને બચાવવામાં આવી રહ્યો છે તેમ કાલે બીજા લોકોને પણ બચાવવામાં આવશે અને અંતે તો ગુજરાતની જનતાનું જ નુકસાન છે. માટે હું ભાજપના લોકોને વિનંતી કરીશ કે બીજા કોઈ પણ ધંધા કરો પણ ડ્રગ્સ વેચીને માલામાલ થવાનું સપનું છોડો.

Back to top button
error: Content is protected !!