વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:ખેરગામ પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર રોહનભાઈ અનિલભાઈ મહલા એ ખેરગામ પોલીસ મથકે આપેલ ફરિયાદ માં જણાવ્યા અનુસાર ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળા પાસે કોઈ અજાણ્યા લાલ કલરના ફોરવીલ વાહન ચાલાકે વિજયભાઈ ને ટક્કર મારતા ગંભીર ઈજા થતા સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઇ જે. બી જાદવે હાથ ધરી છે.