Gondal: અંદાજે ૧૫ લાખ થી વધુના ખર્ચે નિર્મિત ગોંડલના કેશવાળા – ૧ અને મોટા સખપર -૨ આંગણવાડી કેન્દ્રોનું કરાયું લોકાર્પણ

તા.૨૪/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ કરાયું
Rajkot, Gondal: ગોંડલ તાલુકાના કેશવાળા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર – ૧ અને મોટા સખપર ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર – ૨નું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી અને ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૧૫મા નાણાંપંચ હેઠળ કેશવાળા અને સખપર ગામે પ્રતિ આંગણવાડી દીઠ રૂ. ૭,૫૯,૬૬૭/- એમ કુલ રૂ. ૧૫,૧૯,૩૩૪/-ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આંગણવાડી કેન્દ્રો ખાતે આઈ.સી.ડી.એસ. દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનું નિદર્શન કરી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. પર્યાવરણના જતન અર્થે મહાનુભાવોના હસ્તે આંગણવાડી કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાંગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. નવનાથ ગવ્હાણે, ગોંડલના પ્રાંત અધિકારીશ્રી રાહુલ ગમારા, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેન નાથજી, ગોંડલના તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીનાબેન ઢોલરિયા,ઉપપ્રમુખશ્રી ચિરાગભાઈ ગોલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી બી.પી.સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શૈલેષભાઈ ડોબરીયા,તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરીશભાઈ શેખડા, અગ્રણી શ્રી અશ્વિનભાઈ ઠુમ્મર, ગોંડલ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.એમ.ઉકાવાલા, ગોંડલના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી સોનલબેન વાળા, તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ગોયલ, તાલુકા શિક્ષણ અધિકારીશ્રી કાંતિભાઈ અસોદરિયા,કેશવાળા ગામના સરપંચ શ્રી સરોજબેન મકવાણા, મોટા સખપર ગામના સરપંચ શ્રી વિજયભાઈ ડોબરીયા ઉપસ્થિત રહ્યા હતા.






