રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજરોજ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળા આર એચ. મહેતા વિદ્યાલય, માં કડીમાં ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા “એક પેડમાં કે નામ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું… આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લાના જિલ્લા ફોરેસ્ટ ઓફિસર શ્રી અભય કુમાર સિંગ તથા મુખ્ય મહેમાન તરીકે દાંતા રેંજના આરએફઓ શ્રી કૃણાલ સિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા… આ કાર્યક્રમમાં ડૉ કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તરફથી 400 જેટલા પ્રકૃતિ મિત્રો એટલે કે શાળાના વિદ્યાર્થીઓને ફળાઉ ઝાડ આપવામાં આવ્યા હતા.. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અભયકુમાર સિંઘે તથા આર એફ ઓ શ્રી ચાવડા સાહેબે બાળકોને વૃક્ષોના મહત્વ વિશે ખૂબ જ સુંદર સમજ આપી હતી તથા શાળાના મેદાનમાં જાતે વૃક્ષારોપણ કરી બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી.. મહેમાનોની સાથે શાળાના પ્રમુખ શ્રી મંગુભાઇ પ્રજાપતિ તથા કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના ઝોનલ હેડ શ્રી રાહુલભાઈ જોશી અને ગિરીશભાઈ પ્રજાપતિ પણ જોડાયા હતા.. તમામ બાળકોને કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તરફથી એક એક વૃક્ષ આપવામાં આવ્યા હતા જેમણે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.. આ ઉપરાંત આ ફાઉન્ડેશન દ્વારા દોતા તાલુકાની 27 જેટલી શાળાઓમાં 3700 જેટલા વૃક્ષો આપવાનું પણ આયોજન થયેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને બાળકો માટે અલ્પાહાર ની વ્યવસ્થા શ્રી કે. ટી .પરિવાર, ખેડબ્રહ્મા ના રાજાભાઈ ચાવલા તરફથી કરવામાં આવી હતી.. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.આર.કે.પ્રજાપતિ એ કે.આર.શ્રોફ ફાઉન્ડેશન નો આભાર માન્યો હતો..




