MORBI:મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

MORBI:મોરબી કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર શ્રી કે.બી. ઝવેરી દ્વારા જિલ્લામાં રોજગાર વાચ્છુંની નામ-નોંધણી અને રોજગાર કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનો પ્રચાર પ્રસાર ગ્રામ્ય કક્ષા સુધી થાય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત મોરબી જિલ્લામાં કાર્યરત ઔધોગિક એકમોને જરૂરિયાત મુજબના સ્કીલ વર્કર મળી રહે તે માટે આઈ.ટી.આઈ. ને તે મુજબના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે. એસ.પ્રજાપતિ, જિલ્લા રોજગાર કચેરી અધિકારીશ્રી મનીષાબેન સવનીયા, ઔધોગિક સ્વાસ્થ્ય અને સલામતી અધિકારીશ્રી, લીડબેક મેનેજરશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરશ્રી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી પંચાયત, આઈ.ટી.આઈ મોરબી- ટંકારાના આચાર્યશ્રીઓ, મદદનીશ શ્રમ આયુક્તશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









