વિજાપુર ગૌસંવર્ધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ અને અટલ ભુજલ યોજના ગ્રામ પંચાયત તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગૌસંવર્ધન કેન્દ્ર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા દ્વારા ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી આ તાલીમમાં અટલ ભુજલ યોજના અંગે પણ ગ્રામપંચાયત દ્વારા તાલીમ આપવામાં આવી હતી એમ ફાર્મર માસ્ટર ટ્રેનર જગદીશભાઈ પટેલે જણાવ્યું છે. રામપુરના વતની એવા ફાર્મર માસ્ટર જગદીશભાઈ પટેલે આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી ના ફાયદા તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માહિતી પૂરી પાડી હતી તેમની સાથે ટેકાવાડા ગામના ગ્રામસેવક કમલેશભાઈ ચૌહાણ પણ જોડાયા હતા. ગ્રામસેવક કમલેશભાઈ ચૌહાણ આ સાથે પેઢામલી, સુંદરપુર, માઢી, રામપુર અને ફુદેડા ગામે પણ પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ લઈ રહ્યા છે