JAMNAGARJODIYA

રાજકોટ ડેપો તંત્રની અણઆવડત ના લીધે ફડસર ના વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરો થયા પરેશાન

લલીતભાઈ નિમાવત
રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ઘણા સમયથી રાજકોટ ડેપો દ્વારા 8.45 કલાકે એન્ટિકલોકવાઇઝ રૂટ રાજકોટ રાજકોટ ચલાવાય છે ઉપરોક્ત રૂટ મા વિદ્યાર્થીઓ સારો લાભ લેતા હતા પરંતુ રાજકોટ એસ.ટી.તંત્ર ચલાવતા અધિકારી ઓ એ એસ.ટી.ના યુનિયન ના દબાણ હેઠળ અચાનક રૂટ ના સમયમાં ફેરફાર કરી એક કલાક વહેલો કરવા આવતા વિદ્યાર્થીઓ ને મળતી સુવિધાછીનવાઈ જતા રોષ જોવા મળ્યો છે ફડસર તેમજ સોલન્કીનગર ના ગામના 35 જેટલા વિદ્યાર્થીઓની સુવિધા છીનવાઈ જતા એસ.ટી.તંત્ર એ પ્રાઇવેટ વાહનો ને કમાણી નો માર્ગ ખુલો કરી ન છૂટકે વિદ્યાર્થીઓ ને પ્રાઇવેટ વાહનો નો સહારો લેવો પડે છે ફરી સુવિધા પ્રાપ્ત થાય એ માટે એસ.ટી.તંત્ર ના અધિકારી ઓ એ જુના સમય મુજબ રૂટ નુ સંચાલન કરે તે ખૂબ જરૂરી છે હાલ પ્રજાજનો મા એવી ચર્ચાઓ થઈ રહી છે એસ.ટી.તંત્રમાં અધિકારી ઓ યુનિયન ના દબાણ હેઠળ કામ કરી રહિયા છે જો આમનેમ અધિકારીઓ દબાણ હેઠળ કામ કરશે તો પ્રજા ના જરૂરી સમયે સુવિધાઓ પ્રાપ્ત નહિ થાય તે સ્પષ્ટ દેખાય રહિયું છે ગુજરાતરાજ્ય સરકારપ્રજા પૈસા માંથી પ્રજાને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં માટે બજેટમાં ખાસ ભંડોળ એસ.ટી.તંત્રને ફાળવે છે પણ તંત્ર દ્વારા રુટો પ્રજા ના હિત માટે નહીં પણ યુનિયન હીત માટે રૂટ દોડાવી રહિયું છે તેવુ પ્રજા ના મુખે ચર્ચાય રહિયું છે અધિકારીઓ પોતાના માનીતા કર્મચારીઓને નકક્કી કરેલા રૂટ પર હળવી નોકરી આપી અન્ય કર્મચારીઓ ને નિયત કરેલા કિલોમીટર કરતા વધારેમાં નોકરી લેવામાં આવે છે વ્હાલા દવલા ની નીતિ અપનાવવા આવે છે દરેક કર્મચારીઓ ને નિયત કરેલા કિલોમીટર ની નોકરી લેવાના નિયમ નો ઉલળીયો કરવામાં આવે છે નીતિ દૂર થવી જોઈએ.

Back to top button
error: Content is protected !!