લુણાવાડા કોલેજમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો

રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર
પી. એન. પંડ્યા આર્ટ્સ, એમ. પી પંડ્યા સાયન્સ & શ્રીમતી ડી.પી પંડ્યા કોમર્સ કોલેજ, લુણાવાડામાં રાષ્ટ્રીય સેવા યોજના તથા એન.સી.સી. ના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ નિમિત્તે ‘માતાના નામે એક વૃક્ષ’ અંતર્ગત વ્રુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે કાર્યક્રમ કોલેજના પ્રમુખ અનિલભાઈ પંડ્યા મંત્રી હરિભાઈ પટેલ સાહેબ, કોલેજના ઇન-ચાર્જ આચાર્ય. પ્રો. અલ્પેશ પંડ્યા સાહેબ, આર્ટસ વિભાગના ઇન્ચાર્જ પ્રો. જે.પી.ચૌધરી સાહેબ, સ્ટાફ મિત્રો તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા એન.સી.સી. ના કેડેટ્સની હાજરીમાં કરવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરડૉ.મહિપાલસિંહ ચંપાવત તથા એન.સી.સી. ઓફિસડૉ. ઈશ્વરભાઈ ડામોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રમુખ અનિલભાઈ પંડ્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનપૂરું પડ્યું હતું.




