Navsari: સ્થળાંતરીત નાગરિકોના આરોગ્યની દરકાર લેતું નવસારી આરોગ્ય વિભાગ*
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*વિવિધ સ્થળોએ જઇ મેડિકલ ચેકઅપ સહિત સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં મદદરૂપ બનતા આરોગ્ય કર્મીઓ*
સમગ્ર નવસારી જિલ્લા તંત્ર આજે એક સશક્ત ટીમ તરીકે ઉભરી આવ્યું છે. આજે દરેક વિભાગના અધિકારી કર્મચારીઓ એકમેકની કામગીરીમા મદદરૂપ બની જિલ્લાને મુશ્કેલ પરિસ્થિતીમાંથી ઉગારી રહ્યા છે. એક તરફ નગરપાલીકા અને ફાયર ફાઇટરની ટીમ નાગરિકને સ્થળાંતર કરાવી રહી છે તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાગરિકોને પાણીમાં જતા રોકવામાં આવી રહ્યા છે. આટીઓ વિભાગ ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. પંચાયત અને આરએનબી રોડ રસ્તાની મરામત કરી વાહનવ્યવહાર નિયમિત બનાવી રહયા છે.
તેવી જ રીતે જિલ્લામાં આશ્ર્યસ્થાનો ઉપર ૦૮ મેકીડક ટીમ ગોઠવી સ્થળાંતરીત નાગરિકોના આરોગ્યની દરકાર નવસારી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે. આજરોજ નવસારી જિલ્લામાંથી કુલ- ૪૦ સગર્ભા બહેનોને નવસારી જિલ્લાની સીવીલ હોસ્પીટલ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ૩૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ ૧૫ જેટલા શલ્ટર હોમ ખાતે સેવા આપી રહ્યા છે. આટલુ જ નહી આ મહિલાઓના ચેકઅપ સહિત તંત્ર દ્વારા આરોગ્યવર્ધક ભોજનની પણ વ્યવસ્થા નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.