GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીના જૂના ધરમપુર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBi:મોરબીના જૂના ધરમપુર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જૂના ધરમપુર ગામના કોળીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા મુકેશભાઈ જીવાભાઈ ઝઝવાડીયા ઉવ.૩૪ રહે. ધરમપુર તથા શૈલેષભાઈ હકાભાઈ રાવા ઉવ.૩૫ રહે.નવા ધરમપુરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.૪,૮૦૦/-રોકડા કબ્જે લઈ બંને વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.