ANANDANAND CITY / TALUKOGUJARAT

મૃતક સલમાન વ્હોરાને ન્યાય અપાવવા માટે આણંદમાં મુસ્લિમ સમાજે ધંધા-રોજગાર બંધ રાખ્યા.

મૃતક સલમાન વ્હોરાને ન્યાય અપાવવા માટે આણંદમાં મુસ્લિમ સમાજે ધંધા-રોજગાર બંધ રાખ્યા.

તાહિર મેમણ – આણંદ – 27/07/2024 – આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન ટોળાએ ભેગાં મળીને છરી વડે હુમલો કરી આણંદના સલમાન વ્હોરાની હત્યા કરી હતી. આ સલમાન વ્હોરાને ન્યાય અપાવવા માટે આજરોજ આણંદ શહેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વૈચ્છિકપણે પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ પાળી, સમર્થન આપ્યું હતું. આણંદ શહેરના પોલશન રોડ, ભાલેજ રોડ, સમરખા ચોકડી, સુપરમાર્કેટ, 100 ફૂટ રોડ સહીત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજે પોતાની દુકાનો, ઓફિસો, ગોડાઉન, કારખાના સહિતના તમામ ધંધા-વ્યાપાર જડબેસલાક બંધ રાખ્યાં હતાં. આ ઉપરાંત સલમાનને ન્યાય અપાવવા માટે હાડગુડ, સોજીત્રા કણજરી, ભાલેજ, ઠાસરા સહિતના સાતેક જેટલા ગામોમાં પણ મુસ્લિમ સમાજે ધંધા રોજગર બંધ રાખી, સમર્થન જાહેર કર્યું હતું

આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં ગત તારીખ 22 મી જુનના રોજ ડે-નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ ચાલતી હતી. દરમિયાન આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. આણંદના ઈમરોઝ અબ્દુલ રહીમ વ્હોરા અને સલમાન મહંમદહનીફ વ્હોરા પણ પોતાના મિત્રો સાથે ચિખોદરા ખાતે આ ફાઈનલ મેચ જોવા ગયાં હતાં. ફાઈનલ મેચ ચાલુ હતી તે વખતે ઘેટો અને હેલો નામના બે શખ્સો મોટરસાયકલ લઈને ત્યાં ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતાં. આ બંને જણાંને ઈમરોઝ અબ્દુલરહીમ વ્હોરા અને સલમાન મહંમદહનીફ વ્હોરા સાથે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતાં ઘેટો અને હેલો એ તેના મિત્રો શક્તિ, વિશાલ અને ફુલિયાને ત્યાં ગ્રાઉન્ડ પર બોલાવી લીધાં હતાં. જે બાદ આ પાંચેય જણાં ભેગાં મળીને ગાળાગાળી કરી, ઈમરોઝ વ્હોરા અને સલમાન વ્હોરાને ગડદાપાટુનો મારમારવા ફરી વળ્યાં હતાં. દરમિયાન વિશાલે એકાએક ખિસ્સામાંથી છરી કાઢી ઈમરોઝ વ્હોરા અને સલમાન વ્હોરા ઉપર હુમલો કરી દીધો હતો. જ્યારે, શક્તિએ લાકડાનું બેટ સલમાનના માથાના ભાગે ફટકારી દીધું હતું. આ હુમલામાં છરીના તીક્ષ્ણ ઘા વાગવાથી ઈમરોઝ વ્હોરા અને સલમાન વ્હોરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સલમાન મહંમદહનીફ વ્હોરાનું મોત નિપજ્યું હતું.

Back to top button
error: Content is protected !!