GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી દેશી, વિદેશીની બોટલો અને બિયરના ટીન ઝડપાયા
MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી દેશી, વિદેશીની બોટલો અને બિયરના ટીન ઝડપાયા
મોરબી : મોરબી એલસીબી ટીમે ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી, વિદેશી દારૂ તેમજ બિયરના ડબલા પકડી પાડયા હતા. જો કે, દરોડા દરમિયાન બુટલેગર હાથ લાગ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ભડિયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજી સિદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાંથી દેશી દારૂની 53 કોથળી સહિત 265 લીટર દેશી દારૂ, વિદેશી દારૂની 7 બોટલ તેમજ બિયરના 36 ડબલા સહિત કુલ રૂપિયા 11,000નો જથ્થો પકડી પાડયો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી બુટલેગર હાથ ન લાગતા એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.