GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના તિથવા ગામે વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો

WANKANER:વાંકાનેરના તિથવા ગામે વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડાયો

 

 

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાજકોટના શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 2 લાખની વધુ કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક હાથ લાગ્યો ન હતો.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટના ઇલુભાઇ સંધી નામના શખ્સે તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે દરોડો પાડતા ઇલુભાઇ સંધીની વાડીમાંથી દારૂ બિયરનો જંગી જથ્થો પકડાઈ ગયો હતો.

વધુમાં એલસીબી ટીમે વાડીમાથી મેકડોવલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 348 બોટલ કિંમત રૂપિયા 1,30,500, રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કીની 132 બોટલ કિમત રૂપિયા 68,400 તેમજ થંડરબોલ્ટ પ્રીમીયમ બીયરના 96 ટીન કિંમત રૂપિયા 9600 મળી કુલ રૂપિયા 2,08,740નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઇલું સંધીને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!