GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના ઘનસરવાવ ગામે ભેંસો ચરાવવા નીકળેલી એક મહિલાને વીજ કરંટ લગતા મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૭.૨૦૨૪

હાલોલ તાલુકાના ઘનસરવાવ ગામે ભેંસો ચરાવવા નીકળેલી એક મહિલાને વીજ થાંભલાના તાણીયા ને સ્પર્સ થઇ જતા વીજ કરંટ લાગતા કેટલાક લોકોએ લાકડાંથી છૂટી પાડી સારવાર અર્થે તાત્કાલીક ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી.પરંતુ તે મહિલાને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાલોલ રૂરલ પોલોસ ને જાણ કરી મૃતક ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરવા માટે લાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ઘનસરવાવ ગામના પ્રેમીલા ભુપતસિંહ પરમાર આજે રોજના ક્રમ મુજબ બપોરે

તેઓની ભેંસો ચરાવવા માટે નીકળ્યા હતા.ગામની પ્રાથમિક શાળા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન તેમની એક ભેંસ રોડની બાજુમાં વીજ થાંભલા તરફ જતી રહેતા તેને રોડ ઉપર લાવવા માટે પ્રેમીલાબેન વીજ થાંભલા નજીક ગયા હતા.ત્યારે વીજ થાંભલાનો તાણીયો તેઓના શરીરે ઘસાઈ જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો.જેને લઇ તે બૂમો પાડતા

સામે આવેલા ઘરવાળા લોકોએ પ્રેમિલાબેન ને વીજ કરંટ લગતા જોઈ તેઓને છોડાવવા લાકડું લઈને દોડ્યા હતા અને પ્રેમીલાબેનને વીજ થાંભલાના અર્થીંગ માટે લગાવવામાં આવેલા તાણીયા પાસેથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ ત્યાં સુધી તેઓ બેશુદ્ધ થઈ ઢળી પડ્યા હતા.નાનકડા ગામ માં વીજ કરંટ લાગવાની વાત વાયુવેગે ફેલાતા તેમના પરિવારજનો સહીત ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મહિલા બેશુદ્ધ હાલતમાં હોઈ તેને સારવાર માટે લઈ જવા ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા તે બનાવ સ્થળે દોડી આવી હતી. પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે હાલોલ રૂરલ પોલોસ ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી હતી.અને પ્રાથમિક તપાસ કરી અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતક ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરવા માટે લાવવામાં આવ્યા હતા.જાણવા મળેલી માહિતી મુજબ આ બનાવ સ્થળની આજુબાજુમાં જ બે દિવસ પહેલા ચારણ ચણતાં એક ઢોર ને વીજ કરંટ લાગ્યો હતો.આ બાબત ની જાણ વીજ કંપની ને થતા તેમના કર્મચારીઓએ ત્યાં આવી કામગીરી પણ કરી હતી.નાનકડા ગામમાં મહિલાનું મોત નિપજતા ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.મૃતક તેમના પરીવારમાં બે દીકરા અને એક દીકરી વિલાપ કરતા મૂકી ગયા હતા.

Back to top button
error: Content is protected !!