SABARKANTHA

ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની વયાપક બેઠક યોજાઈ

ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની વયાપક બેઠક યોજાઈ
——————————————————————–         વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા વ્યાપક બેઠક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખેડબ્રહ્મા ખાતે આજરોજ સવારે 9:00 કલાકે શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડબ્રહ્મા જિલ્લાના છ પ્રખંડ ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, આતરસુંબા લાંબડીયા, પોશીના મળીને  70 ગામમાંથી 110 જેટલા જવાબદારી વાળા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમને વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ જન્માષ્ટમી પર ખેડબ્રહ્મા જિલ્લાના ગામોમાં જન્માષ્ટમી પર્વ અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ ઉજવાય તેની વાત કરવામાં આવી હતી.
વધુમાં કાર્યકર્તાઓને નવીન વિષયો અને આવનાર ઉત્સવો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ રામજી મહારાજ, મંત્રી ચેતન પટેલ, સહમંત્રી પરેશ સોલંકી, જિલ્લા સેવા પ્રમુખ મણીભાઈ સુથાર, સહ સેવા પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, કોષાધ્યક્ષ અતુલભાઇ ગાંધી, જિલ્લા બજરંગદળ સંયોજક ધ્રુવીલભાઈ જોશી, સહસંયોજક રમેશભાઈ સગર, દુર્ગા વાહિનીના સંયોજિકા સેજલબેન ચાવડા, માતૃશક્તિ સહસંયોજિકા રાજેશ્રીબેન પરેશભાઈ સોલંકી તથા દર્શનાબેન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!