વાંસદા ના રાણીફળિયા થી લાખો નો દારૂ ઝડપી પાડતી વાંસદા પોલીસ.
પ્રિતેશ પટેલ વાંસદા
વાત્સલ્યમ્ સમચાર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળિયા ખાતે કાવેરી નદીના પુલ પર થી લાખોની કિમતના દારૂની હેરાફેરી કરતા ઈસમો ને વાંસદા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં.ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ રાણીફળિયા કાવેરી નદીના પૂલના દક્ષિણ છેડે ધરમપુર થી વાંસદા તરફ જતા માર્ગ પર થી એક ગ્રે કલર ની આઈ ટ્વેન્ટી કાર જેનો ગાડી નંબર ડીએન/૦૯/જે/૨૪૮૪ ને તપાસ કરતાં ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.ત્યારે આઈ ટ્વેન્ટી કારની અંદર શીટની નીચેના ભાગ માં અને ડિકીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કીનાં બોક્ષ તથા ટીન બીયર તથા છૂટક નાની મોટી બોટલો મળી કુલ ૧.૩૬.૮૦૦ નો દારૂનાં જથ્થા સાથે બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર જયારે આઈ ટવેન્ટી કાર ની કિંમત ચાર લાખ મળી કુલ મુદ્દા માલ ૫,૪૬,૮૦૦નો ઝડપી પાડવા માં આવ્યો હતો.જયારે દારૂ લઈ જનારો ચાલક હિરેનકુમાર ગણેશભાઈ પટેલ રહે.પરીયા તા.પારડી, જી.વલસાડ ની સાથે ક્લિનર સંજયભાઈ વસંતભાઇ પટેલ રહે.પરીયા.તા.પારડી, જી.વલસાડ ની ધરપકડ કરી દારૂ મંગાવનાર હિરલ પટેલ બામણામાળદૂર,તા.ડોલવણ,જી.તાપી અને દારૂ આપનાર હેમાંગ રહે.સેલવાસ ને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ વિનોદભાઈ ની ફરિયાદ નાં આધારે વાંસદા પોલીસ વધુ તપાસ કરી આગળ ની કાર્યવાહી કરી રહી છે.