SAYLA

કુવાડવા ખાતે પત્રકાર દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો.

  • સૌરાષ્ટ્ર માં કુવાડવા ખાતે સૌ પ્રથમ પહેલીવાર પત્રકાર દ્વારા એવોર્ડ શો યોજાયો.

મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો ચોથો જાગીરનો સ્તંભ એટલે કે પત્રકાર. તેમજ આગળના સમયમાં પણ નવા નવા કાર્યક્રમો રાખવામાં આવશે.

ગુજરાત ટેલેન્ટ પ્રેસ એવોર્ડ દ્વારા કુવાડવા પટેલ સમાજ ની વાડી ખાતે એવોર્ડ કાર્યક્રમ તથા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં 10 અને 12 મા ધોરણના વિદ્યાર્થી ટ્રોફી, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સાથે સાથે નાની કલાકારો, સરપંચો, વકીલો, ડોક્ટરો તેમજ શિક્ષકોને પણ શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા જેમાં મુખ્ય મહેમાન જુનિયર નરેશ કનોડીયા, રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા, મુકેશભાઈ જ્યોતિબેન રાઠોડ અમદાવાદ, જીલુભાઈ ભરવાડ સુરેન્દ્રનગર જીલ્લા રિપોર્ટર જેવા અનેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણનો વેગ આગળ વધે તે માટે સાયલા પત્રકાર જેસીંગભાઇ સારોલા, પત્રકાર બાબુભાઈ ડાભી બામણબોર આ બન્ને પત્રકારોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ કાર્યક્રમ પુણ્ય થયા બાદ તમામે ભોજન લઈ છૂટા પડ્યાં હતાં.
અહેવાલ ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!