નાદરી ગામના પ્રકાશભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી થકી મગફળીનું મુલ્યવર્ધન કરી મેળવી રહ્યા છે આર્થિક સધ્ધરતા

નાદરી ગામના પ્રકાશભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી થકી મગફળીનું મુલ્યવર્ધન કરી મેળવી રહ્યા છે આર્થિક સધ્ધરતા
************
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામના ૫૭ વર્ષિય પ્રકાશભાઇ શામળભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી થકી મગફળીનું મુલ્યવર્ધન કરી આર્થિક સધ્ધરતા મેળવી રહ્યા છે.
પ્રકાશભાઇ પટેલ જણાવે છે કે આજના યુગમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ ખુબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. જેના કારણે કેન્સર જેવી બિમારીઓ વધી રહી છે. જેના નિવારણ માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પાંચ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં મગફળી,ઘઉ અને સોયાબીનની ખેતી કરે છે. તેઓ મગફળીનું મુલ્યવર્ધન કરી સિંઘતેલ બનાવીને વેચાણ કરે છે. શરૂ વર્ષે તેમણે ત્રણ વિઘામાં મગફળીનું વાવેતર કરેલ છે. તેઓ વધુમાં જણાવે છે પ્રાકૃતિક ખેતીમાં ઓછુ ખર્ચ અને વધુ આવક મેળવી શકાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરી એક વિઘામાંથી ચોખ્ખો 80 હજારથી વધુનો નફો થાય છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે આવશ્યક દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ સાથે જ ઉઘાડેલ પાકમાં મલ્ચીંગ (આવરણ) પધ્ધતીનો ઉપયોગ કરુ છું.
રાસાયણિક ખેતી સ્વાસ્થ માટે નુકશાનકારક છે.દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી જોઇએ. પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરીયાત છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



